________________
૩૪૬
શિક્ષામૃત
ठिया जीवा सिझंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिठ्ठामो | तहा णिसियामो तहा सुयट्टामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुठ्ठामो तहा उठाए उद्वेमोति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति ।।
(સૂ. શ્રુ. ૨.૭.૧૫) સલ્વદુઃખહીણમĪ - આ નિગ્રંથ અરહિતોની પ્રવચન વાણી (દ્વાદશાંગી પણ પ્રાપ્ત થયેલી) સત્ય છે, અનુત્તર છે, કેવળ પરિપૂર્ણ છે, સમ્યક્ શુદ્ધ છે, ન્યાયપૂર્ણ છે, ત્રણ શલ્ય (માયા, નિયાણું, મિથ્યાત્વ)ને કાપવા વાળી છે. જે ભવ્ય સિદ્ધિને મેળવવા માગે છે, તેનો માર્ગ છે, આઠ મુખ્ય કર્મોથી મુક્ત કરવાવાળી છે. (એટલે કે કર્મથી છોડાવવાની શક્તિ ધરાવનારી છે), ચાર ગતિ રૂ૫ પરિભ્રમણમાંથી બહાર કાઢવા વાળી છે, નિર્વાણ-સંપૂર્ણ શાંતિ મેળવવાનો માર્ગ છે, ક્યારેય નિષ્ફળ જતી નથી. તે સંદેહ કરવા યોગ્ય નથી, સંદેહથી પર છે, સર્વ પ્રકારનાં શારીરિક, માનસિક દુઃખોને દૂર કરવા વાળી છે.
આ અરિહંતના માર્ગમાં જે જીવ આરૂઢ થયેલો છે તે સિદ્ધ થાય, બોધ સહિત-જ્ઞાન સહિત સિદ્ધ થાય, સર્વ કર્મથી રહિત થાય, નિર્વાણને પામે અને સર્વ પ્રકારનાં દુઃખોનો નાશ કરે. એવા અરિહંત દેવની આજ્ઞાનુસાર જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઊભો રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક સૂવે, જયણાપૂર્વક આહાર કરે, જયણા રાખીને ભાષા બોલે, એના પાલન માટે તત્પર રહે. એના માટે ઊભા થતા, ઊભા થાય. ત્રણ વિક્સેન્દ્રિય (બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયવાળા જીવો) વનસ્પતિ, પંચેન્દ્રિય ચાર સ્થળારનો સંયમ વડે સંયમ પાળે. (એટલે કે આ જીવોની યત્ના રાખીને સંયમનો નિર્વાહ કરે, સંયમનું આચરણ કરે).
ૐ નમ:
સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને મનનો વચનનો કાયાનો ઇન્દ્રિયનો આહારનો નિદ્રાનો
જય કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org