________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૪૫
હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ, અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હૃદયમાં આવેશ કર એટલે પ્રવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા. વ્યવહારમાં પણ અસંગતા લાવી મૂક. હે પરમ કરૂણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા.
હે વચનસમિતિ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ !
કાયાની અચપળતા એટલે કાયાને સ્થિર રાખવી. વગર કારણે એ ચાલે નહીં, દોડાદોડ કરે નહીં, આમ કરે નહીં, તેમ કરે નહીં, મનની પછવાડે ભમે નહીં એટલે અચપળતા. કાયાને સ્થિર રાખવી. અને વચનસમિતિ એટલે જરૂર સિવાય બોલે નહીં. એકાંતવાસ એટલે એમને એકાંતવાસ જોઈએ છે. એમને ઝાઝાનો સંગ જોઈતો નથી. તેઓ અસંગતા ઇચછે છે. કોઈ સાથે સંગ નહીં. અંદરથી લગવાડ નહીં તે અસંગતા છે.
ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણા તે કાં તો આત્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી.
શેની વર્ગણા ? કર્મની–એ ઊકળતા પાણીની જેમ ખળભળી રહી છે. તેને અંતર્મુખ ઉપયોગ કરી સમભાવે વેદી લેવી અથવા તો ઉપશમાવી દેવી.
જેમ નિ:સ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે.
નિ:સ્પૃહતા એ ગુણ આવવો જોઈએ. કોઈ ઇચ્છા નહીં, કોઈ સ્પૃહા નહીં. તૃષ્ણા એ મોટી વાત છે. તૃષ્ણા તો ન હોય પણ જરા જેટલી પણ સ્પૃહા હોય નહીં. કે મનને જરા પણ લોભ હોય નહીં. નિ:સ્પૃહ આત્મા હોય એનું ધ્યાન બળવાન હોય, એનું કાર્ય બળવાન થઈ શકે.
૨૭
इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणुतरं केवलियं पडिपूणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिठं सव्वदुख्खपहीणमग्गं । एथ्थं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org