________________
૩૪૧
આત્યંતર પરિણામ અવલોકન
તત્ત્વ જાણીને તેમાં શ્રદ્ધા થાય તે તત્ત્વાર્થપ્રતીતિ.
હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂ૫ સહજ નિજ અનુભવસ્વરૂ૫ છું. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ.
જગત મારા વિશે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે.
3% શુદ્ધ નિર્વિકલ્પ ચેતન્ય.
ઉૐ નમઃ કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. (પોતાના સ્વભાવરૂપ છે.) સ્વતન્તભૂત છે. પોતાના તત્ત્વમય છે.) નિરાવરણ છે. (આવરણ રહિત છે.) અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.
હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે.
સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત કરી, યોગને (મન, વચન, કાયાને) અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.
૧૧
હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org