________________
૩૪૦
શિક્ષામૃત
હાથનોંધ - 3
ૐ નમઃ સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. બધા જીવ ઇચ્છે છે કે આપણે આ દુઃખથી છૂટીએ. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ.
માર્ગ શું ? એની ખબર નહીં હોવાથી સ્વરૂપ સમજાતું નથી એટલે જનમ મરણનું દુઃખ મટતું. નથી. જનમ મરણ મટી જાય ત્યારે મોક્ષ કહેવાય.
અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં.
મોક્ષે જવું હોય તો વીતરાગ થવું જોઈએ. એટલે રાગનું આટલું પૂમડું પણ નહીં જોઈએ. બીલકુલ રાગ નહીં તે વીતરાગ.
સમ્યકજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યક્દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વીતરાગ થવું હોય તો સમ્યકજ્ઞાન જોઈએ. જેથી અંદર પ્રકાશ થાય. આપણે અજ્ઞાની છીએ એટલે આપણું જ્ઞાન અસમ્યક્ કહેવાય.
વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યકજ્ઞાન કહીએ છીએ. સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. એ ત્રણેની એકતાથી મોક્ષ થાય.
સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે અભેદ થઈ જાય ત્યારે પછી મોક્ષ થાય.
જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. કર્મસહિત જીવ કહેવાય.
ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહ છે. તેથી તૈજસાદિ શરીર અને દારિકાદિ શરીરનો યોગ થાય છે. ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. પોતાના સ્વભાવપરિણામી થાય.
સમ્યક્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યક્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org