________________
શિક્ષામૃત
૪૭૧
આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ.
બધાને સમજાશે કે આમાં ગુરૂગમની અનિવાર્યતા વિશે સ્પષ્ટ લખ્યું છે.
૪૭૨ પત્રાંક ૪૭૧ના જવાબમાં સોભાગભાઈએ કૃપાળુદેવને ઠપકો લખ્યો કે અરે ! આ તમે શું કર્યું ? ઉઘાડું પોસ્ટ કાર્ડમાં તમે લખ્યું ? એનો જવાબ કૃપાળુદેવ પત્રાંક ૪૭રમાં આપે છે. ઘણી સમજવા જેવો આ પત્ર છે.
ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું.
જ્ઞાનીને કાંઈ કહેવાય છે ? બીજા હોય તો કહી દઈએ.
કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે, તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, એમ જાણી તેની પ્રત્યે કંઈ પણ ભાવના થાય.
સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તો પણ તેમને એવો કંઈ સંભવ થાય છે;
તેમને એટલે ડુંગરભાઈ ગોસળીયાને એના નામે સોભાગભાઈ લખે છે કે ડુંગરભાઈ આમ કહેતા હતા.
પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ ઘણું કરી સમજાતું નથી અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું.
સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી, અથવા બોલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org