________________
શિક્ષામૃત
હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
૨૬
✩
૮૭૫
પરમકૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પવભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
- ૮૭૬
જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ત્રૈલોક જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક - જીવ્યું... ખાતાં પીતાં બોલતાં નિત્યે છે નિરંજન નિરાકાર - જીવ્યું... જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર
જીવ્યું...
જીવ્યું...
તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય - જીવ્યું... રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હદે ન સમાય –
maj...
-
જેની પાસે કાળ પણ દાસ થઈને રહે છે, જે ત્રણે લોકને મૃગ તૃષ્ણારૂપી પાણી સમાન માને છે. તેવા પુરુષનું જીવન ધન્ય થયું કહેવાય. પિશાચી તરીકે ઓળખાતી આશા-સ્પૃહા-તૃષ્ણા જેની દાસીપણે રહે છે અને કામ, ક્રોધ તેની પાસે કેદ થઈને પડ્યા તેવા પુરુષનું જીવન ધન્ય છે. ખાતી વખતે, બોલતી વખતે, પાણી કે પ્રવાહી પીતી વખતે જે હંમેશાં નિરંજન નિરાકાર સ્થિતિમાં જ રહે છે. તેવા પુરુષનું જીવન ધન્ય છે. જેને છેલ્લો અવતાર હોય તેવા સલૂણા સંતો આવી વાતો જાણે છે. તે જગતને પાવન કરનાર માતાની કૂખેથી જન્મ લે છે તેવી માતાનું જીવન પણ ધન્ય થઈ જાય છે. બાકી તે સિવાયના જે જન્મ્યા છે તે માતાના ઉદરના ભારરૂપ ગણાય છે. આવા
For Personal & Private Use Only
-
www.jainelibrary.org