________________
શ્રી વચનામૃતજી
૧૭૦
કૃપાળુદેવે સોભાગભાઈને પત્રાંક ૧૬૫ પાંચમને દિવસે લખ્યો છે. તે પછી નવ દિવસ પછી એટલે કે કારતક સુદ-૧૪ના રોજ આ પત્ર ફરી સોભાગભાઈ ઉપર જ લખ્યો છે.
પરમ પૂજ્ય શ્રી,
આજે આપનું પત્ર ૧ ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતાં પહેલાં કંઈક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.
૩૯
કૃપાળુદેવ પોતાનો આનંદોલ્લાસ વ્યક્ત કરે છે. ગ્રંથિભેદ થયાની પોતાને જ ખબર પડે.
સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે, હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહારવિહાર કરાય, તથાપિ તેને કોઈપણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે.
કૃપાળુદેવને સોભાગભાઈ વારેઘડીએ કહે કે ‘તમે બહાર નીકળો, ઘણા જીવોનું કલ્યાણ થશે. પરંતુ કૃપાળુદેવ કહે છે કે જ્યાં સુધી આટલી દશાએ પહોંચું નહીં ત્યાં સુધી એક અક્ષરેય મારે કહેવાની ભગવાનની આજ્ઞા લાગતી નથી.
માટે દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો-પરમાર્થ પ્રકાશવો-ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ.
મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે.
આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org