________________
૩૩૪
શિક્ષામૃત
હાથનોંધ - ૨
રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
અમારું સ્વરૂપ એ છે; અમારું ધ્યાન એ છે અને એ સ્થાન અમારે પામવા યોગ્ય છે.
સર્વજ્ઞપદનું ધ્યાન કરો.
એમ જ કરો. સર્વજ્ઞ કેવા હોય એ આંતરિક રીતે જાણવું જોઈએ. અરિહંત ભગવાન, સર્વજ્ઞ, કેવળજ્ઞાની થયા પછી કેવા હોય એ જાણીને એનું ધ્યાન કરો. એટલું જ.
હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, આપણે સ્થિરષ્ટિ જ ક્યાં કરીએ છીએ? તો પછી અંતરંગમાં જોવાની ક્યાં વાત જ આવે ? તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ ! અસફદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યફદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
તે સમ્યફદર્શની ! સમ્યફચારિત્ર જ સમ્યફદર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે.
હે સચ્ચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ?
દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org