________________
શ્રી વચનામૃતજી
૫૭
ઘણી વખત ઉતાવળો થઈ જાઉં છું કે આ ભગવાન મારા સામું હું ભક્તિ કરું છું છતાં જોતાં નથી. પણ ભગવાનને એવું હોય જ નહીં. ૫
અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૭ હે ભગવાન ! તારું માહાત્મ કેટલું છે ? અરિહંત દેવ આ શાસન મૂકી ગયા એનું મહાભ્ય કેટલું છે એ જાણીએ તો તો આપણને પ્રફુલ્લિત ભાવ ઉત્પન્ન થાય અને આનંદ આનંદ થાય. પરંતુ મારામાં આપના તરફ સાચા સ્નેહનો એક અંશ પણ નથી, ન મળે પરમ પ્રભાવ” એટલે આપનો પ્રભાવ કેટલો પરમ-ઉત્કૃષ્ટ છે, પરંતુ એ પણ હું ઓળખી શક્યો નહીં. હું
અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ;
કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ હે ભગવાન ! તારા ઉપર પ્રેમ અને ભક્તિ અચળ-ડગે નહીં એવાં થયાં નથી. ગંગાસતીનું ભજન છે કે “મેરૂ તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે રે બ્રહ્માંડજી રે.” તારા વિરહનો તાપ હજી મને લાગતો નથી. વિરહનો તાપ લાગે તો કોઈ ઊભો રહે ? તારી સાથે પ્રેમ કરનારાઓએ-મીરાં કે નરસિંહ મહેતાએ કેવો પ્રેમ બતાવ્યો છે ! એવો પ્રેમ મારામાં નથી અને છતાં મને એનો પરિતાપ, એની અકળામણ થતી નથી. ૭
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન;
સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ હે પ્રભુ ! તારા ભક્તિમાર્ગમાં તો હું દાખલ થયો નથી. તારું ભજન કરવું જોઈએ એવું મને દઢ ભાન પણ ઉત્પન્ન થયું નથી, મારે શું કરવું? મારો ધર્મ શું છે એની, હે ભગવાન ! હજી કાંઈ સમજ પડતી નથી. તેમ જ “નહિ શુભ દેશે સ્થાન” એટલે કે એવા સાત્વિક વાતાવરણવાળા ક્ષેત્રમાં મારો વાસ થયો નથી. ૮
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ;
તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ કળિયુગ છે, પંચમ કાળ છે, એનો દોષ તો છે અને એના પરિણામે મર્યાદા ધર્મ લોપાતો જાય છે. તો પણ, હે ભગવાન ! મને વ્યાકુળતા થતી નથી, કે આ બધું મારું જીવન આમ કેમ ચાલે છે. તો પ્રભુ ! “જુઓ મુજ કર્મ” - મારાં કર્મ કેવાં ગાઢ હશે કે હજી આમાં કોઈ ફેરફાર થયો નથી. ૯
' સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org