________________
૫૮
શિક્ષામૃત
હે ભગવાન ! તારી સેવા ભક્તિ કરવામાં જે પ્રતિકૂળ છે, યથાર્થ તારી ભક્તિ કે સેવા કેમ થઈ શકે એ ભાન નથી તો એથી ભલે ત્યાગ કર્યો કહેવાય, પણ એ ત્યાગ નથી પણ બંધન છે. એમાં કર્મ બાંધવાનું છૂટતું નથી. એમાં કર્મ બંધાય છે. આ દેહ, ઈન્દ્રિયો તેમજ મન એ મારું કહ્યું માનતાં નથી અને બહાર જ દોડે છે, બહાર ભાગે છે. બહાર એના વિષયો તરફ રાગ કરવા દોડે છે. ૧૦
તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં,
નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ હે ભગવાન ! તારો વિયોગ તો મને જરાય સ્કુરતો નથી. તારું વચન, તારાં નયન, તેં જે યમ નિયમાદિ બતાવ્યા છે એમાં હું કાંઈ પણ કરતો નથી અને બીજા જે તારી ભક્તિ કરતા નથી, એનાથી ઉદાસ એટલે એનાથી ઉદાસીન નથી. વળી ઘર, કુટુંબ આદિમાં પણ હું ઉદાસીન નથી. આસક્તિવાળો છું. ૧૧
અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં;
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ હે ભગવાન ! મારો અહંભાવ છૂટતો નથી. અહમ્ એટલે હું, મારું - એ જ આપણને જન્મમરણ કરાવે છે ! સ્વધર્મ સંચય નાહીં એટલે પોતાના આત્માનો સ્વભાવ શું છે ? એમાંનું હું કાંઈ પણ પામ્યા નથી. એનાં ગુણ-લક્ષણ કયાં છે ? એનું વેદનપણું કેમ થાય ? એનાં જે ગુણ-લક્ષણ કહ્યાં છે, જ્ઞાતા, દ્રષ્ટા, સમતા ઇત્યાદિ એનું કાંઈ ભાન જ નથી. તેમજ “અન્ય ધર્મ' એટલે માત્ર દેહાત્મબુદ્ધિ એટલે દેહાધ્યાસ, એની મેં હજી નિવૃત્તિ કરી નથી. હું પરભાવમાં જ છું. વિભાવ પરિણતિમાં જ છું. એની નિવૃત્તિ નિર્મળપણે હજી, હે ભગવાન! થઈ નથી. ૧૨
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય;
નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું ? ૧૩ ભગવાન ! અનંત પ્રકારે મને તારી ભક્તિ સેવા કરવાના કોઈ સાધન મળ્યા નહીંમારામાં હજી મેં એક પણ સદ્ગણ ઉત્પન્ન કર્યો નથી. તો હે ભગવાન ! તારી પાસે શું જોઈને આવું? ૧૩
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ;
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ હે ભગવાન ! આપ તો કેવળ કરુણામૂર્તિ છો. દીનબંધુ કહેવાઓ છો. દીનના નાથ કહેવાઓ છો. હું તો અનાથ છું, પાપી છું, પાપ કરું છું, તો કૃપા કરીને હે ભગવાન ! મારો હાથ ગ્રહણ કરો. મને સંસાર પરિભ્રમણમાંથી બહાર નીકળવા માટે સહાય કરો. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org