________________
૫૬
'શિક્ષામૃત
આ વીસ દોહરામાં આપણે પ્રભુ પાસે પ્રાર્થના દ્વારા આપણામાં રહેલા દોષોને જણાવીને એ દોષોથી રહિત થવા માટે પ્રયત્ન કરવાનો પુરુષાર્થ છે. હે ભગવાન તમે તો દયાળુ છો, દીનાનાથ છો, હું અનંત દોષોથી ભરેલો છું. એવી મારી સ્થિતિ છે. હે પ્રભુ ! તમે તો કરૂણાવાળા છો. ૧
શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુરૂપ;
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ હે ભગવાન! મારામાં શુદ્ધભાવ નથી. વળી મારું સર્વસ્વ તને હજુ સોંપી દીધું નથી. વળી હું તારા મય થઈ જાઉં એવી સ્થિતિ હજુ પ્રાપ્ત થઈ નથી. મારામાં અહંપણું-અભિમાન ઘણું છે. હું સાવ સામાન્ય પામર અને દીનતાવાળો જીવ છું. એવો ભાવ મારામાં હજુ આવ્યો નથી. હે પરમ સ્વરૂપ ! હું તને શું કહ્યું અને શું ન કહું ?
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી;
આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ ભગવાન ગુરુદેવની આજ્ઞા “આણાએ ધમો, આણાએ તવો” એ આજ્ઞા મારા ઉરમાં, હૃદયમાં અચળ પણે સ્થિત થઈ નથી. મારે આપની આજ્ઞા તો ઉઠાવવી જ જોઈએ. એક શ્વાસોચ્છવાસની ક્રિયા સિવાય સાધકને ગુરુની આજ્ઞા સિવાય કાંઈ કરવાની ના કહી છે. ભગવાન તમારામાં અખૂટ વિશ્વાસ ધરાવવાની યોગ્યતા હજુ મેં પ્રાપ્ત કરી નથી. હે ભગવાન ! તમારી જે મહાનતા છે તેને હું ઓળખી શક્યો નથી, એટલે આપના પ્રત્યે ઉત્કૃષ્ટ આદર મારામાં પ્રગટ્યો નથી. ૩
જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ;
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હે ભગવાન ! સત્સંગમાં હું કાયમ રહી શકું એવો જોગ મળ્યો નથી, એટલું જ નહીં હું સપુરુષોની સેવા, વૈયાવચ્ચ કરી શકું એવી તક પણ મને મળી નથી. મન, વચન, કાયા તથા આત્માથી સંપૂર્ણ અર્પણતા, કેવળ અપર્ણતા આપનામાં કરી નથી. તેમ તમારો આશ્રય કાયમ મળે, એવા પુરુષનો આશ્રય પણ પ્રાપ્ત થયો નથી. ૪
હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક;
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ હું પામર શું કરી શકું ? એવો વિચાર મને આવ્યો નથી તો એવો વિવેક તો ક્યાંથી ઊગ્યો હોય ? વળી તારા ચરણનું શરણ આ દેહ ટકે ત્યાં સુધી કાયમ રાખું એવી ધીરજ કેળવી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org