________________
શ્રી વચનામૃતજી
૫૫
પણ જો તેની કૃપાને પાત્ર થઈએ તો ગુરુગમ દ્વારા થઈ શકે. આ અનાદિ કાળથી આમ જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ જ્યારે યોગ્યતા જાણી ગુરુગમ દ્વારા માર્ગ બતાવે ત્યારે જ આપણી તરસ બુઝી શકે. ત્યારે જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. ૨
આ કાંઈ કલ્પના અજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન-ખોટા જ્ઞાનની વાત કરું છું એમ નથી. અત્યારે પંચમ કાળ ચાલે છે, છતાં આ કાળમાં પણ આ વસ્તુ (આત્મા)ના અભંગપણે દર્શન થયાં છે. એટલે કે સંપૂર્ણપણે જ્ઞાનસ્થિતિ મેળવી છે. દા.ત. સુધર્માસ્વામી, જંબુસ્વામી વિગેરે. ૩
પ્રથમ તો તું ઉપદેશ દેવા માટે જરાય પ્રયત્ન કરતો નહીં, કારણ કે એના જેવું જખમી કામ એક્રય નથી. પણ તું જ્યાંથી મળે ત્યાંથી પ્રથમ ઉપદેશ ગ્રહણ કરજે. કારણ કે એ ઉપદેશની વાત છે, આત્માની વાત છે, એ અગમ છે, એ દેશ જ અગમ છે. એ અગમ દેશ જ્ઞાનીનો દેશ છે. બધાંથી જુદો એનો માર્ગ છે કે જેમાં જ્ઞાની રહે છે. ૪
જ્યાં સુધી સત્પુરુષની કે સંતની કૃપા તારા પર થઈ નથી ત્યાં સુધી તું જે કાંઈ જપ, તપ, વ્રત કરે છે તે ભ્રમરૂપ થાય છે. એનું ફળ સંસારમાં રખડવારૂપ થાય છે. જન્મ મરણના ફેરા ટળતા નથી. અનૂપ એટલે જેને કોઈ સાથે સરખાવી ન શકાય એવી સંતની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. ૫
આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે તેમ છે. એની વાત તને હું કહું છું કે પહેલાં તું તારું સ્વછંદપણું મૂકી દે. હું ડાહ્યો છું, હું સમજું છું એવી વાત છોડી દે અને પછી પુરુષની પાછળ લાગી જા. એટલે કે તેના આશ્રમમાં જતો રહે અને તેની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરતો રહે તો ભગવાનઆત્માની પ્રાપ્તિ થશે. અને જન્મ મરણના ફેરા ટળી જશે. આત્માની પ્રાપ્તિ કરવી હોય તો આમ કરવું પડે. અને તો જ સર્વ પ્રકારના બંધનથી નિવૃત્ત થઈશ. ૬
તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. એટલે કે જેને મોક્ષમાર્ગની ઇચ્છા થઈ હોય તેને તે તરફ લઈ જવા મહેનત કરવી. જિજ્ઞાસા ન હોય તેને તેની જિજ્ઞાસા ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવો. અને જેને કહેવા છતાં તેની રૂચિ તેમાં જાગૃત ન થાય તો તેના પ્રત્યે ઉદાસ રહેજો.
૨૬૪
(દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org