________________
૫૪
શિક્ષામૃત જગત વંદન કરે છે. આપને શરણે જવાથી સુખની પ્રાપ્તિ થાય છે. આપ પરમસ્નેહી અને તેથી પરમ આનંદ ઉપજાવો તેવા છો અને પરમ આનંદનો ભોગવટો કરી રહ્યા છો.
૨૫૮
ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળ મેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશ કે, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ છે, વો જ્ઞાની કા દેશે. ૪ જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ - પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ;
પિછે લાગ સપુરુષ છે, તો સબ બંધન તોડ. ઘણા વખત સુધી વિચાર કર્યા પછી જ અમને ‘બિના નયનનો અર્થ મળ્યો છે. પહેલી જ લીટીનો અર્થ સહેલાઈથી સમજાય એવો નથી. નયનનો પહેલો અર્થ તો આ ચર્મચક્ષુ થાય છે. જેને જન્મથી ચર્મચક્ષુ ન હોય એને આ માર્ગ મળે નહીં. ‘નયન'નો બીજી અર્થ છે દિવ્ય ચક્ષુ. એ ઊઘડ નહીં, ત્યાં સુધી પણ આ ‘બિના નયન'ની વાત છે, એની યથાર્થ ખબર ન પડે. આ માર્ગ બાહ્ય ચર્મચક્ષુ વડે દેખાય એવો નથી; છતાં ચર્મચક્ષુની જરૂર તો છે જ. પાંચ ઇન્દ્રિય પૂર્ણ હોય તેને આ માર્ગ મળે. જેને અંધત્વ છે, એને માટે તે વિદન કહેવાય, અંતરાય કહેવાય. આ ‘બિના નયનની વાત' એ ભગવાનના માર્ગની વાત છે. ચર્મચક્ષુ વડે દેખાય એવી એ નથી. ત્યારે શું ? બીજી આવશ્યકતા એ છે કે જેમ નયનની આવશ્યકતા છે એમ સદાય સત્પુરુષના ચરણની સેવાની આવશ્યકતા છે. જે એના આશ્રયે રહે એને સાક્ષાત્ ભગવાન આત્મા મળે . ૧
જેણે પોતાની તરસ છિપાવવાનો માર્ગ જામ્યો છે, તે બીજાની તરસ છિપાવી શકે મટાડી શકે. એટલે કે જેણે આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે જ માર્ગે ચાલવાનો રસ્તો બતાવી શકે. અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org