________________
શ્રી વ્યાખ્યાન સાર-૨
૩૦૧
૨૦
૪. દશવૈકાલિકમાં પહેલી ગાથા :
धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो;
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી.
૬. સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પોતાનો વેરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થકરનો અતિશય છે.
તીર્થકરા અને મહાન આત્માઓ હોય એની પાસે એક બાજુ સિંહ હોય ને સામે બકરી બંટી હોય તો પણ જ્ઞાનની શાંતિની દશા તેમના પર એવી અસર કરે છે કે પોતાનું કુદરતી વૈર એને કાંઈ યાદ આવ નહીં.
૩૦
'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स;
सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ :- કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સંમમ્ = સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં.
૧૯. સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે, તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદષ્ટિ ચૂકતા નથી.
નાખુદા દરિયામાં વહાણને લઈ જાય છે. એમાં ભમરી આવી, જો ત્યાં લઈ જાય તો તો વહાણ ભમરીમાં ચક્કર ખાય અને ડૂબે, એટલે નાખુદા વહાણને પહેલાં આમ તેમ આડું અવળું લઈ જાય અને પછી માર્ગે ચઢાવે. એ નાખુદાને (કેપ્ટન) ખબર છે કે હું જાણી જોઈને મારા વહાણને થોડું બીજે રસ્તે ચલાવું છું. એમ જ્ઞાની મહાત્માઓ હોય એને ઉદય વિશેષ હોય તો એ લોકો જાણે કે, ઉદય આત્માના જોર કરતાં વધારે જોરવાળો છે, છતાં અંતર્મુખપણાને છોડી દેતાં નથી. તમાં જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org