________________
આવ્યંતર પરિણામ અવલોકન
હાથનોંધ - ૧ હાથનોંધનાં આ લખાણો કૃપાળુદેવે એકાંતમાં કર્યાં હતાં. પોતાના આત્મા સાથે તે સમયે તેમણે જે વિચારો કર્યા તે ઉતારી લીધા છે.
શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.
અન્ય સંયોગ એટલે આ શરીર. શરીર એટલે ત્રણે શરીર-સ્થૂળ- દારિક શરીર, સૂક્ષ્મતૈજસ્ શરીર અને કાશ્મણ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની સાથે આત્માનો સંયોગ તો થયો છે. એની સાથે એકમેક થવાથી એ પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.
અહીંયાં સ્ફટિક હોય, દેખનારા તમે જુદા છો. અહીં ધારો કે મેં સ્ફટિકની પાછળ ગુલાબી રંગનું કાર્ડ ધર્યું હોય તો તમને સ્ફટિકનો રંગ કેવો લાગશે? ગુલાબી લાગશે. પીળું કાર્ડ ધર્યું હોય તો પીળો લાગશે, કાળું ધર્યું હોય તો કાળો લાગશે. ત્યારે ખરેખર સ્ફટિક કેવો છે ? પારદર્શક (Transparent) સફેદ છે. તો બોલો પેલામાં ભૂલ ખાઈ જવાય ને ?
એ તાદાસ્ય અધ્યાસ આપણા શરીર સાથેનો છે, એ છોડવો જોઈએ. શરીર સાથે તાદાભ્યા અધ્યાસ એટલે ‘શરીર જ હું છું એમ માનવું છે. અને હું કોણ છું એ ખબર નથી. એ શરીર એટલે તો આ કપડું, મેં પહેર્યું છે તે, એને કાઢી શકાય, આપણે રોજ કાઢીએ છીએ, એમ આ શરીરને બદલવાનો વખત તો આવે જ છે. તમે માનો કે ન માનો તો પણ આવે જ છે.
યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે.
જૈન પણ આમ કહે છે. વેદાંત પણ આમ કહે છે. સાંખ્ય પણ આમ કહે છે. યોગ સાધનારા પણ આમ કહે છે. બધું એકનું એક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org