________________
૮૪
393
હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્ત્યા કરે છે. વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય એમ ધારણા રહ્યા કરે છે.
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું; એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વનને વિશે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ-તીર્થંકરાદિક-તેનું આત્મત્વ સાંભરે છે.
✩
શિક્ષામૃત
૩૬૪
હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. કંઈ જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો.
કૃપાળુદેવ આ ટૂંકા પત્રમાં સોભાગભાઈને શું લખે છે ? એમ લખે છે કે તમે કેમ કંઈ જ્ઞાનવાર્તા લખતા નથી ? સોભાગભાઈ સાથેની જ્ઞાનવાર્તા માટે કૃપાળુદેવ કેટલા ઉત્સુક હતા તે આ પત્રથી જણાય છે.
Jain Education International
૩૬૫
આજે પડ્યું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. ‘પ્રાણ વિનિમય’ નામનું મેસ્મેરીઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે.
જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી.
અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે.
જે પુસ્તક માત્ર અનુમાનથી લખ્યું હોય પરંતુ તેમાં અનુભવની વાત ન હોય તે બીજાને સમજાવવાની કૃપાળુદેવને સહજ રીતે ઇચ્છા થતી નથી : આધ્યાત્મિક વિષયમાં અનુમાન કરતાં અનુભવ ચડિયાતો છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org