________________
શ્રી વચનામૃતજી
૩૬૧
ભાવ સમાધિ છે, બાહ્ય ઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે; તથાપિ સમાધિ વર્તે છે.
અંદર આત્મામાં સમાધિ છે. બાહ્ય ઉપાધિ છે; પરંતુ આ ઉપાધિથી સમાધિને કાંઈ અસર થતી નથી.
૩૬૨
૮૩
હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. અમે પૂર્ણકામપણા વિશે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે.
જો અન્ય સુખની ઇચ્છા થતી હોય તો ત્યાં પૂર્ણ જ્ઞાન નથી, અધૂરું છે. માટે તેવી પૂર્ણદશા મેળવવી જોઈએ.
જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે.
કેવું સરસ કહ્યું છે ! અનિત્ય જીવનમાં આંખો ક્યારે મિંચાશે એ ખબર નથી. પણ હવે જન્મ-મરણના ફેરા ટાળી નાખે છે જ્ઞાની. મોતની બીક એને શું હોય ! એને ખબર છે કે મૃત્યુ તો આ શરીરનું થાય છે. જન્મ પણ આ શરીરનો થાય છે. “દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.” જન્મ, મરણ, રોગ, શોક, દુ:ખ શરીરને છે.
જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહં પ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે.
Jain Education International
એટલે હુંપણું, હુંકાર, મેં કર્યું છે, હું કરું છું તે ભાવ વિલય પામે છે.
એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં એમ તો સાધકે માનવું જ જોઈએ, નહીં તો મિથ્યાસંતોષ આવી જાય એટલે પુરુષાર્થ ન કરે. અત્ર સમાધિ છે.
સમાધિરૂપ.
ᄆ
For Personal & Private Use Only
www.jainelibrary.org