________________
શિક્ષામૃત
નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જ સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. (સમતા એટલે સુખ-દુઃખમાં સમતા એવો અર્થ અહીં લેવાનો નથી. અહીં વિશિષ્ટ અર્થ સમજાવ્યો છે. તેને લક્ષમાં લેવાનો છે. આ આત્માના લક્ષણોનું ચિંતન આત્મા પ્રગટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તે કરવાથી આત્મા સમાધિને પ્રાપ્ત કરે છે. જે પદાર્થમાં આવો સમપણારૂપસમતારૂપ લક્ષણ છે તે આત્મા છે.)
૨. રમણીયપણું – રમતા પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે.
(પુષ્પો, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, બાળકોમાં, સ્ત્રી-પુરુષમાં રમ્યપણું જણાય છે તે રમતા નામના લક્ષણને કારણે છે.)
૩. ઊર્ધ્વતાધર્મ કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતાધિર્મ” તે જેને વિશે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે.
ઉરધતા લક્ષણ - પહેલાં આપણે અને પછી બીજું બધું, ઉરધતા લક્ષણ વડે જ આત્મા કાંઈ પણ કરી શકે છે, જોઈ શકે છે, ઓળખી શકે છે. તે પ્રથમ હોય તો જ કાંઈ પણ થઈ શકે, નહિતર નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org