________________
શ્રી વચનામૃતજી
૪૩૧
‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.
અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. ‘આત્માપણું’ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈપણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ કલેશરૂપ છે.
આત્મસ્વરૂપમાં સતત લીન રહેવા પર આ પત્રમાં ભાર મૂક્યો છે.
૪૩૮
‘સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.'
૯૧
૧. પા. ૩૬૬,૩૬૭,૩૬૮
Jain Education International
ભગવાન આત્માને ગોતવો છે, તો તેના ગુણ લક્ષણ જાણવા જોઈએ. આત્માને પકડો એટલે આપણું કામ થઈ ગયું. ભવ સાર્થક થયો ગણાય. જેમ સૂર્ય ઊગતોય નથી અને આથમતોય નથી. તેવી જ રીતે આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આ પત્રમાં આત્માના લક્ષણ કહેવામાં આવ્યા છે. જેઓ ગુણ અને લક્ષણથી બુદ્ધિ વડે આત્માને સમજ્યા છે, એને આત્માનો અનુભવ કરવા માટે આ લક્ષણોનું ચિંતન ધ્યાનમાં કરવું જોઈએ. એમ ચિંતન કરતાં કોઈક દિવસ આત્મા અનુભવમાં આવી જાય. આટલાં બધાં લક્ષણો બતાવ્યાં છે; એમાં એક ગુણ પકડાઈ જાય એટલે અનુભવમાં પરિણમી જાય તો આપણું કામ થઈ જાય. આત્મા પ્રગટ થઈ જાય. પછી બીજા ગુણો એની મેળે પ્રગટ થઈ જાય એવું છે.
૧. સમતા
શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ
For Personal & Private Use Only
www.jainelibrary.org