________________
શ્રી વચનામૃતજી
૬૫
ન થાય. અને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રતીતિ ન આવે. એટલે એ બધા ભેદ તો એ જ બતાવવાના છે. એ ભેદ શું ? “મુખ આગલ હૈ, કહ બાત કહું એટલે કે ભાઈ તારી અંદર જ છે. શું વાત કરો છો ? તો કહે, ‘હા.” આ તો કસ્તુરી મૃગ જેવું છે. ટૂટીમાં સુગંધ હોય છે અને બધે રખડે છે સુગંધ મેળવવા, શ્રી આનંદઘનજીએ કહ્યું છે કે –
“ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર;
ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર.” નવા કર્મ બાંધે નહીં. એની કૂંચી એના હાથમાં આવે. અત્યારે આપણે બધા ઉદય ભોગવતાં ભોગવતાં નવાં કર્મ બાંધીએ છીએ. એ નવાં કર્મ બાંધવાનું બંધ થાય તો પછી જૂનાં કર્મ તો કેટલા, બે, પાંચ ભવ, પંદર ભવ રહે. આમાં એ કહે છે કે પંદર ભવે તો એ અવશ્ય મોક્ષમાં જાય જાય ને જાય. ગળિયા (પ્રમાદી) બળદ જેવો હોય તો પણ. જો પુરુષાર્થ કરે તો તો ૧૩, ૧૧, ૯, ૭, ૫ અને ૩ ભવ સુધી પુરુષાર્થ કરીને જઈ શકે. ૪
કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ હે ભગવાન ! તારી કૃપા અમારા ઉપર થાય તો અને પુરુષનો ક્યાંક ભેટો થઈ જાય તો. અને આ કૃપા કરે તો થાય. આ વાત તો ગુરૂગમની છે. પણ અહીંયાં તો “સુગુરુગમ'ની વાત છે. જૈન માર્ગ એવો છે કે તરત આપણને મોક્ષે પહોંચાડે. ૫
તનસે, મનસે, ધનમેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સે;
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. ૩ એ સપુરુષની ઓળખાણ થાય એટલે એને તન, મન, ધન બધું અર્પણ કરે. અર્પણ કરે એટલે એક શ્વાસોશ્વાસ સિવાયની કોઈ ક્રિયા આજ્ઞા વગર ન થાય. ગુરુદેવની આણ પોતાના આત્મામાં વસે. ‘તબ કારજ સિદ્ધ બને અપનો' તો આપણું કામ સિદ્ધ થાય. દુર્લભ એવો આ મનુષ્યદેહ મળ્યો છે. જ્યારે આયુષ્ય પૂરું થઈ જશે તેની ખબર નથી. તો આપણું કામ કરી લેવું જોઈએ. કામ એટલું જ કે આપણને સમ્યગુ દર્શન પ્રાપ્ત થઈ જવું જોઈએ, એ અત્યારે થઈ શકે એમ છે.
વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દમસે મિલહે;
રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવી. ૭ એ સત્ય સુધા બતાવશે. ઘણા કહે છે કે અમારી પાસે છે. કેટલાય જુદી જુદી રીતે એના પ્રયોગ કરે છે. પણ આ તો શ્રી મહાવીર ભગવાનનું બતાવેલું છે. ભગવતીસૂત્ર ચમરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org