________________
શિક્ષામૃત
અધિકારમાં શ્રી મહાવીર ભગવાન એ પ્રમાણે કાઉસગ્નમાં ઊભા હતા તો કેવળજ્ઞાન થયું. આપણો મોહ ગયો કહેવાય ક્યારે ? આપણને સમ્યગ્દર્શન મળે ત્યારે, ગ્રંથિભેદ થાય ત્યારે. જો એ પ્રમાણે સાધના કરે તો ‘ગહિ જોગ જુગાજુગ સો જીવહી'. એ આત્મા અમર થઈ જાય. જન્મમરણના ફેરા ટળી જાય. ૭
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુરિ બસે;
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે. ૮ પ્રભુ પ્રશમરસ નિમગ્ન છે, એના ઉપર પ્રેમ વધતો જ જાય. આ સાધના કરતાં કરતાં એવી દશા થાય છે કે “સબ આગમ ભેદ સુઉર બર્સે એટલે કે આગમના સારરૂ૫ આત્માનુભવરૂપ સ્થિતિનાં રહસ્યો સમજાઈ જાય. તમે પછી રામાયણ સાંભળો કે ગીતા સાંભળો, પણ તમારા મનમાં સમજી શકાય એટલી એની શક્તિ છે. એની એટલે ગુરુગમની. એને ભગવાન તીર્થંકર કેવળજ્ઞાનનું બીજ કહી ગયા છે. એ ક્યારે ખાતરી થાય? ‘નિજકો અનુભૌ બતલાઈ દિયે” એટલે કે જેને અનુભવ થયો છે તેમણે આમ કહ્યું છે. તમને અનુભવ થાય એની ખાતરી તમને જ થાય. જ્ઞાની મહાત્માઓ તો કહી બતાવે. બાકી તો પોતાને જ અનુભવ થાય. ૮
૨૬૬
દોહરા પરમ કૃપાળુદેવનું ૨૪મું વર્ષ ચાલે છે. એમનો વડવામાં મુકામ હતો. એ વખતે એમણે ‘હે પ્રભુ ! હે પ્રભુ !', વીસ દોહરા બનાવ્યા પછી ‘યમ નિયમ સંયમ આપ કિયો' બનાવ્યું અને ત્રીજું ‘જડ ભાવે જડ પરિણમે બનાવ્યું અને ‘જિનવર કહે છે જ્ઞાન’ બનાવ્યું... આ બધું ક્યાં બનાવ્યું? વડવાથી થોડે છેટે-દૂર રાળજ નામનું ગામ છે ત્યાં. પછી એમણે સોભાગભાઈને બોલાવ્યા અને કહ્યું કે આ દોહરા અને યમનિયમ, ક્ષમાપના લઈને તમે ખંભાત જાઓ અને મુનિઓને આપો અને કહેજો કે તમને જે યોગ્ય જીવ લાગે તેને આ મંત્ર આપજો.
પૂ. સોભાગભાઈ ત્યાં જઈ આવ્યા અને એ પ્રમાણે કરી આવ્યા. એ મંત્ર એવો છે કે આપણી યોગ્યતા, આપણી ભૂમિકા તૈયાર થાય એવો છે. એની કડી કડી વાંચો, વિચારો અને એ પ્રમાણે તૈયાર થવા પ્રયત્ન કરો તો તમારી ભૂમિકા તૈયાર થાય. હવે ‘જડ ભાવે જડ પરિણમે એ ભેદજ્ઞાનવાળું પદ વાંચીએ.
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહી, છોડી આપ સ્વભાવ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org