________________
અન્ય પદો અને સ્તવનો :
૩૬૯
રાવણે અભિમાન - અહંકાર કર્યો તો તે રામના હાથે માર્યો ગયો. તેમજ દુર્યોધને પણ અહંકારે કરીને પોતાનું સઘળું ગુમાવ્યું. - ૪
સુકાં લાકડાં સરીખો, દુઃખદાયી એ ખોટો રે;
ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે, રે જીવ. ૫ માન છે તે સૂકાં લાકડાં જેવો છે. તેનાથી ખૂબ જ દુઃખ ભોગવવું પડે છે. માટે ઉદયરત્નજી મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! તમે તમારામાંથી માનને બહાર કાઢીને ફેંકી દેજો. જેમ સૂકું લાકડું વાગવાથી દુઃખ થાય છે તેમ માનથી પણ દુઃખ જ પ્રાપ્ત થાય છે. - ૫
(૩) માયાની સક્ઝાય સમક્તિનું મૂલ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમક્તિ વસેજી, માયામાં મિથ્યાત રે
પ્રાણી મ કરીશ માયા લગાર - ૧ સમ્યક્ત્વનું મૂળ કારણ તમે સમજવા પ્રયત્ન કરો. જ્યાં સત્ય હોય ત્યાં સમ્યકત્વ થાય છે. સાચમાં જ સમ્યક્તનો વાસ રહે છે. જો માયા-કપટ કરી કોઈને છેતરવાની વાત કરે તો તે તો મિથ્યાત્વ જ થયું કહેવાય માટે હે પ્રાણી ! જરા પણ માયા કરતો નહીં, કપટ કરતો નહીં. - ૧
મુખ મીઠો જૂઠો મનેજી, કૂડ કપટનો રે કોટ;
જીભે તો જીજી કરે, ચિત્તમાંહે તાકે ચોટ રે, પ્રાણી- ૨ મુખથી તો મીઠાશ ભરેલાં વચનો બોલે છે અને કૂડ-કપટનો કિલ્લો પોતાની આસપાસ ફરતો રાખે છે. મોઢેથી તેં હા, જી ! હા, જી ! કરે છે અને મનમાં તો એમ જ વિચારતો હોય છે કે ક્યારે લાગ મળે ને તેને બરાબર મારો હાથ બતાવી દઉં. - ૨
આપ ગરજે આઘો પડેછે, પણ ન ધરે વિશ્વાસ;
મનસુ રાખે આંતરોજી, એ માયાનો વાસ રે, પ્રાણી૩ પોતાને ગરજ હોય, પોતા માટે કોઈની જરૂર પડે તો તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવામાં જરાપણ વાર ન લગાડે, પણ એ વિશ્વાસ તો કોઈની પ્રત્યે રાખે જ નહીં, મનમાં એકબીજા પ્રત્યે ભેદભાવ રાખ્યા જ કરે. આમ જે કરે તેનામાં માયા કપટનો વાસ થયેલો છે. - ૩
જેહશું બાંધે પ્રીતડીજી, તેહશું રહે પ્રતિકૂલ; મેલ ન છોડે મન તણોજી, એ માયાનું મૂલ રે, પ્રાણી, ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org