________________
૩૭૦
શિક્ષામૃત
જેના પ્રત્યે પ્રેમ રાખે, જેની સાથે પ્રેમ કરે, તેની સાથે જ મનથી પ્રતિકૂળપણે વર્તે. મનમાં જે મેલ ભર્યો પડ્યો છે, કૂડ કપટનો કચરો ભર્યો પડ્યો છે તેને છાંડતો જ નથી. આ જ માયાનું મૂળ છે. - ૪
તપ કીધું માયા કરીજી, મિત્રશું રાખ્યો ભેદ;
મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે, પ્રાણીઓ ૫ તપ કરતી વખતે કપટ ભાવ વડે મિત્રો સાથે ભેદ કરવાથી શ્રી મલ્લિનાથ ભગવાનના જીવે સ્ત્રીવેદનું ઉપાર્જન કર્યું હતું તેમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ભગવાન શ્રી મલ્લિનાથના જીવે પૂર્વભવમાં પોતાના જ મિત્રો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન મલ્લિનાથનો જીવ રાજાના કુંવર હોવાથી સાધુઓમાં પણ પ્રમુખ હતા. તપ કરતી વખતે તેઓને વિચાર આવ્યો કે આ ભવમાં તો રાજાના કુંવર તરીકે પ્રધાનપણું ભોગવી રહ્યો છું. પણ જો બધા જ મિત્રો સરખું તપ કરીશું તો આવતા ભવમાં હું મુખ્ય નહીં રહું, આ વિચારથી તેઓએ મિત્રો સાથે કપટથી વધારે તપ કરવા માંડ્યું. જે મિત્રો સાથે કપટ હતું, માયા હતી તેના ફળરૂપે તીર્થંકરના ભવમાં તેઓને સ્ત્રીવેદનો ઉદય આવ્યો હતો. - ૫
ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ;
મુક્તિપુરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે, પ્રાણી૬ શ્રી ઉદયરત્ન મહારાજ સાહેબ કહે છે કે હે ભવ્ય જીવો !તમે મારી વાત સાંભળો, ધ્યાનમાં લો કે, કપટ-માયા કરવાની બુદ્ધિ છે તેને મૂકી દો. જો માયા-કપટને છોડી દેશો તો, તે જ રસ્તો મુક્તિ- મોક્ષ જવા માટેનો છે. અને એ જ શુદ્ધ માર્ગ-યથાર્થ માર્ગ છે માટે મનની શુદ્ધિ કરવા માટે માયા-કપટનો ત્યાગ કરો. - ૯
(૪) લોભની સઝાય તુમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે;
લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથ સંચરે રે, તુમે૧ લોભનાં લક્ષણ શું છે તેને જાણો. લોભ કપાયના ઉદય વડે મુનિઓ પણ ક્ષોભ (અવહેલના) પામે છે. લોભ કષાય વડે આપણું મન ચંચળતાને જ પ્રાધાન્યપણું આપે છે, એટલે મન આમ તેમ ડોલ્યા કરે છે. લોભ કરવાથી જીવને દુર્ઘટ પંથ પ્રાપ્ત થાય છે એટલે કે ઘણા કાળ સુધી નીચલી દુ:ખદાયી ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. - ૧
તજે લોભ તેનાં લઉં ભામણાં રે, વળી પાયે નમીને કરું ખામણા રે; લોભે મર્યાદા ન રહે કેની રે, તમે સંગત મેલો તેહની રે, તુમે, ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org