________________
શ્રી વચનામૃતજી
૧ ૨૫ સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર “ના” લખવા જેવું બને છે; કેમ કે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે.
આ ક્ષેત્ર - મુંબઈ, વિપર્યય - અવળા
goo પર પરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચોદમાં જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.
‘ધાર તલવારની સોહલી દોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા.” તલવારની ધાર પર નાચવા કરતાં પણ આ વિશેષ દોહિલું છે.
જ્ઞાની પુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે.
૬૦૩ જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી.
વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તો પણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિશે છે.
એ ઉદયમાં પણ એને ખબર પડે. સમુદ્રમાં જેમ ભમરી આવે તો વહાણના કેપ્ટનને આમ પાછા ફરવું પડે કે નહીં ? કારણ કે ભમરીમાં જાય તો એ વહાણ ફરવા માંડે અને ડૂબે. એટલે એ વહાણને ફેરવી લે છે. એ સદાયે જાગૃત હોય છે. પછી પાછો આગળ જતાં પોતાનો માર્ગ પકડી લે છે.
gog
એ શ્રીપાળનો રાસ કરતા, જ્ઞાન અમૃત રસ વૂક્યો રે;
(તુઠો તુઠો રે મુજ સાહેબ જગનો તુઠો રે)
(શ્રી યશોવિજયજી) (શ્રીપાળ રાસ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org