________________
શ્રી વચનામૃતજી
૨૩
તે અહંત ભગવાનમાં જેઓએ “તીર્થકર નામકર્મનો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે તીર્થકર ભગવાન' કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પર્યાયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીશ તીર્થકર થયા; શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન.
વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ ભૂતપ્રજ્ઞાપનીયનયથી તેમને વિશે “તીર્થકરપદનો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદૃષ્ટિથી તે ચોવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીશ સ્તવનોની રચના કરી છે.
સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તિપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે.
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. સિદ્ધપ્રાભૃતમાં કહ્યું છે કે :
નારિરસ સિદ્ધ સદાવો, તારા રસદાવો સવનીવા;
तह्मा सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं' જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિશે રુચિ કરવી. તેમજ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે “જિન પૂજા રે તે નિજ પૂજના.” જો યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષણમાં ગુણસ્થાન પર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રતાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દૃષ્ટિ થાય છે, અને અધ્યાત્મદષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org