________________
શિક્ષામૃત
પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંકલેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃદયમાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમજ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી; તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા (અપૂર્ણ મળેલ)
રે રે
પ્રતિમાની સ્થાપના માટેના કૃપાળુદેવના વિચારો સાથે સાથે આવી જાય માટે આ પત્રાંક ૭૫૩ લીધો છે, કારણ કે આ પત્રમાં પણ પ્રતિમા સ્થાપના વિશેના એમના વિચારો વ્યક્ત થયા છે. કૃપાળુદેવે અહીં આનંદઘનજીના સ્તવનોના અર્થ ભર્યા છે.
અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અર્હત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમ કે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં પણ ભેદ નથી; એટલે અર્હત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.
પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે :
'जे जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं य;
सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.'
જે ભગવાન અર્હતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું.
ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે; તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અર્હતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતા સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org