________________
શિક્ષામૃત
ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિશે હોય નહીં; માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં. ‘એક કરતૂતિ દોઈ દર્વ કબહૂં ન કરે,'
૭૬
માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ચારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે.
જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે ? અર્થાત્ ન જ કરે.
દોઈ કરતુતિ એક દર્ય ન કરતુ હૈ;’
તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં; એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે
‘જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ,’
જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ
‘અપને અપને રૂપ, કોઉ ન ટરતુ છે;’
પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, -
‘જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,’
દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદ્ગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવસ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે,
‘ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.’
કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિશેનો જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે.
એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે.
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org