________________
શ્રી વચનામૃતજી
સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો છે.”-૪
(સમયસાર નાટક) બાહ્ય અને આંતરિક કષાય-મળના સંગનો ત્યાગ કર્યો; શરીર તરફનો મમત્વભાવ છોડી દીધો, વચનો વડે જે તરંગો ઊભા થયા હતા, વાતનાં વડાં કરતા હતા, તે બંધ કરી દીધાં, એટલે કે જરૂર પૂરતું જ બોલવાનું કરે, મન સાથેનો વ્યાપાર પણ છૂટી ગયો એટલે કે મનને આત્મામાં લીન કરી દીધું. પોતાની સ્વચ્છંદપણાની જે બુદ્ધિ હતી તે છોડી દીધી અને આત્માને સંપૂર્ણ શુદ્ધ કરી લીધો છે. ૪. પત્રના અંતે પરમ કૃપાળુ દેવ પૂ. સોભાગભાઈને આ શબ્દો લખે છે.
- કેવી અદ્ભુત દશા? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. બનારસીદાસના ‘સમયસાર નાટક'માંથી લેવામાં આવેલ સવૈયો છે. તેઓ જ્ઞાની હતા.
૩૨૬/૪૭૫ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલી કરે, શુદ્ધતામેં થિર વડે અમૃતધારા વરસે.
| (સમયસાર નાટક) એ કવિતામાં સુધારસ'નું જે માહામ્ય કહ્યું છે તે કેવળ એક વિસ્રસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂ૫ આત્માનું વર્ણન છે... પોતાના આત્માનું સ્વરૂપ, નિષ્કલંક સ્વરૂપ જાણે, તેનું ધ્યાન કરે, તેને પ્રાપ્ત કરે, પછી તેમાં જ રમણતા કરે તેમાં જ સ્થિર રહે. (આ પણ ગુરૂગમથી જ સમજાય.)
27
૩૩૦ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ-બીજની પ્રાપ્તિ હોય છે,
જ્ઞાનીના મુખેથી સાંભળીએ ત્યારે જ યથાર્થ બોધ થાય કારણ કે એનો આશય અને કહેવાનો હેતુ શો હતો એ ખબર પડે. આપણી કલ્પનાએ ખબર ન પડે. યથાર્થ બોધના પરિચયથી બોધિ બીજેની પ્રાપ્તિ થાય છે.
અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.
S
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org