________________
શ્રી વચનામૃતજી
૨૦૧
ન્યારી છે “ઝૂઠી મેરી થપના” એટલે હું માનું છું કે આ મારું છે એ જૂઠી માન્યતા છે. એ બધું મારાથી ન્યારું છે. આ તો બાહ્યની વાત કરી, પણ હળવે હળવે એ અંતરની અંદરની વાત કરશે.
ભૂતકાળ ચાલ્યો ગયો, એ કાંઈ આપણા હાથમાં નથી. નિદ્રા એટલે જ્યાં સુધી ઊંઘીએ છીએ ત્યાં સુધી નિદ્રામાં કાંઈ આપણે વખતનો ખરો ઉપયોગ કરતા નથી. વિદ્યમાન કાળ-જે ચાલ્યો જાય છે એ કે આ બધું બહારનું એ બધું ચાલ્યું જાય છે. એટલે આ પલંગ અને ચિત્રસારી કહી છે એ આપણા શરીર ઉપર પણ ઘટાવી શકાય છે. સ્થૂળ શરીર, અંદર તેજસ્ શરીર, કાર્પણ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ કાંઈ આપણું નથી. એમાં ‘ઝૂઠી મેરી થપના છે. એમાં હું હવે રાચીશ નહિ.
સ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝ, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
શ્વાસોચ્છવાસ એ પણ હું નથી; કાંઈ મારું નથી, આ બધું સ્વપ્ન સમાન છે. કૃપાળુદેવે “મોક્ષમાળા”માં લખ્યું છે કે એક ભિખારી સપનામાં રાજા થઈ ગયો. એ પલંગમાં સૂતો છે. દાસીઓ ચામર ઢોળે છે. રાણીઓ પગચંપી કરે છે. એ ખુશ ખુશ છે, એમાં વાદળાં ઘેરાય છે, વરસાદ ગાજવા માંડ્યો, અને કડાકો થયો. ગર્જનાનો કડાકો થયો તેથી ભિખારી જાગી ગયો તો ભાઈને પથ્થરનું ઓશીકું છે. નીચે જમીન ઉપર વગડામાં સૂતો છે. બાજુમાં ખાવા માટે વાપરી છે તે ઠીબડી પડી છે. ફાટેલી તૂટેલી ગોદડી છે. એ ભિખારીને પસ્તાવો થયો કે અરેરે ! આ બધું સ્વપ્ન હતું, સાચું નહીં. ત્યારે આપણે જે બધું આપણું માનીએ એ બધું આ ભિખારીના સપના જેવું છે. એટલા માટે આપણા આગમોમાં એને સુખાભાસ કહ્યું છે; કારણ કે એ સાચું સુખ નથી પણ સુખનો આભાસ છે. બહારથી સુખ દેખાય છે પણ એની પાછળ કેટલું દુઃખ રહેલું છે એ તરફ આપણી દષ્ટિ જતી નથી. આપણી દૃષ્ટિ તો ભોગ અને સંસાર તરફ જ છે. જ્યારે અજ્ઞાનરૂપી નિદ્રા જાય ત્યારે આપણે બધાયથી જુદાં છીએ એમ સમજણ આવે અને આત્મા દર્શાય- આત્માનાં દર્શન થાય.
આત્મદર્શન થવાથી આ ચેતન આત્મા બહારની બધી વસ્તુઓનો ત્યાગી થઈ જાય છે. જડ ભાવ કેટલો હતો ? આ શરીર, એના સુખનાં સાધનો, એના રહેવાના બંગલાઓ એને ફરવા માટેની મોટરો, આ બધો અચેતનાનો, જડમાં મારાપણાનો ભાવ ત્યાગી દે છે. “ભાલે દૃષ્ટિ ખોલિકે” એટલે કપાળના મધ્યભાગમાં એની દૃષ્ટિ ખૂલી ગઈ અને એને આત્મા પ્રગટ થઈ ગયો. પોતાના સ્વભાવમાં, એના સુખમાં એ લીન થઈ જાય, પછી કાંઈ પણ એને અસર કરે નહીં.
આ સવૈયો શ્રી સોભાગ્યભાઈ માંદા હતા ત્યારે કૃપાળુદેવે કાગળમાં લખ્યો. એમને ખબર છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org