________________
શિક્ષામૃત
સ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
(નિર્જરા દ્વાર) અનુભવઉત્સાહદશા જેસો નિરભેદરૂપ, નિચે અતીત હતો, તેસો નિરભેદ અબ, ભેદકો ન ગગો ! દીસે કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજસ્થાન ફિર બાહરિ ન બગો; કબહું કદાપિ અપનો સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, પાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગી.
(સર્વ વિશુદ્ધિ દ્વાર) સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હે; જીવ પુલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપને રૂ૫ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકો કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ છે.
| (કર્તા-કર્મ અધિકાર – સમયસાર)
ૐ સર્વજ્ઞઃ ૐ માં પણ સર્વજ્ઞ આવી જાય છે. આપણા વર્ણાક્ષરો સ્વર અને વ્યંજન માંથી ઉત્પન્ન થયા છે. ૐ આ બધા અક્ષરોનું મૂળ છે. વળી તે જગત અને બ્રહ્મનું પણ મૂળ છે. એટલે ૐ મંત્ર બહુ સમર્થ ગણાય છે. સર્વજ્ઞ એટલે કેવળજ્ઞાની. પંડિત બનારસીદાસનાં “સમયસાર” નાટકનો આ નીચેનો સવૈયો છે.
સ્વભાવ જાગૃત દશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના. અતીત અવસ્થા સેન, નિદ્રાવાહિ કોઉ પે ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના;
સ્વભાવ એટલે આત્મા અને આ છે આત્માની જાગૃત દશા. જીવ પોતે પોતાના ડ્રોઇંગરૂમમાં પલંગ નાખીને સૂતો હોય. એ આત્મા વિચાર કરે છે કે “ચિત્રસારી ન્યારી’ એટલે આ બધું ચિત્રામણ કર્યું છે એ ન્યારું છે. હું સૂતો છું એ પલંગ પણ મારાથી ન્યારો છે. પલંગ ઉપર જે ગાદલા પાથર્યા છે, સેજ, પથારી બિછાવી છે એ પણ જારી છે. ઉપર ચાદર પાથરી છે એ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org