________________
શ્રી વચનામૃતજી
૧૯૯ ઉપદેશાદિ સામગ્રી મળે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યાં છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્તિ થવાથી દેહ દેહ જ ભાસે છે અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમપણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કાંઈ નથી અને ચાલવા રૂ૫ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી. તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વ રૂ૫ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી.
૭૭૭ તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહતું પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
જેણે મોક્ષમાર્ગ જોયો છે, જેને ભગવાન આત્મા મળ્યો છે, જેને આત્માનો સાક્ષાત્કાર થયો છે તે આપ્ત પુરુષ કહેવાય.
તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે.
જીવનને પવિત્ર બનાવવાનું છે.
૭૭૯ છે સર્વજ્ઞ
સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સેન, નિદ્રાવાહિ કોક પે ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org