________________
શિક્ષામૃત
મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું.
૨૭૦
અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાય સહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે, બંધ, બંધના કારણો આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મોક્ષ, મોક્ષના માર્ગની, સંવરની, નિર્જરાની, બંધનાં કારણો ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવે તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો.
મોક્ષમાર્ગ ઉપેદશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે.
એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું. દેહરહિત અપૌરુષેય બોધનો
નિષેધ કર્યો.
કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીર્યે કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેઘાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું.
વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું.
આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદુ છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org