________________
શ્રી ઉપદેશ નોંધ
૨૬૯
મિથ્યાત્વ રોગ ટાળે છે, (૨) સમ્યાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.
ઉ. નોં. - ૩૬ સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી. કૃપાળુદેવે અહીં સંન્યાસીની સરસ વ્યાખ્યા આપી. સંન્યાસીને કોઈ વાસના હોય નહીં. ઇન્દ્રિયોને કાબુમાં રાખે તે ગોસાંઈ. સંસારનો પાર પામે તે યતિ (જતિ).
સમકિતીને આઠ મદમાંનો એક્ક મદ ન હોય. (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી ઠાણાંગસૂત્ર'માં કહ્યું છે.
‘સિઝઝંતિ', પછી ‘બુઝંતિ', પછી ‘મુઐતિ', પછી પરિસિવાયંતિ', પછી ‘સલ્વદુખાણાંતંકરંતિ', એ શબ્દોનાં રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે. “
સિઝંતિ.” અર્થાત્ સિદ્ધ થાય, તે પછી બુઝંતિ' બોધસહિત, જ્ઞાન સહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુજઝંતિથી સૂચવ્યો.
જ્યાં સિદ્ધશિલામાં બિરાજતા હોય ત્યાં પણ એ પોતે જ્ઞાન સહિત હોય, બોધ સહિત હોય. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુઍતિ' એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા પરિણિબાયંતિ' અર્થાત્ નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ, અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો “પરિસિવાયંતિ’ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, એથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા “સબદુખ્ખાણમાં કરંતિ” અર્થાત્ સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે એ મતનો નિષેધ સૂચવ્યો.
ઉ. નોં. - ૩૭ 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.'। १
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org