________________
શ્રી ઉપદેશ નોંધ
૨૬૩
પછી જ્ઞાનીને એ જ પુરુષાર્થ રહે છે કે ઉદયમાં આવે એ સમભાવે ભોગવી લેવું. એ જ એનો પુરુષાર્થ. લ્યો, અને બીજો કોઈ પુરુષાર્થ કરવાનો નથી, જ્ઞાનીનું જીવન બે કામ માટે હોય છે. એક તો પારકાનું કલ્યાણ કરવું. કલ્યાણ એટલે મોક્ષમાર્ગ ચઢાવવા અને બીજું પોતાનો જે ઉદય હોય એ સમભાવે ભોગવી લેવો.
સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે.
સમપણું અને નિર્વિકલ્પપણું આવે પણ સત્સંગથી. અને વધે પણ સત્સંગથી
ઉ. નોં. – ૨૨ 'प्रशमरसनिमग्नंदृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' ભગવાનનું વર્ણન કરે છે. આપણું ધ્યેય પણ ભગવાન જેવા થવાનું છે, અને મોક્ષમાં જવું છે. ભગવાન કેવા છે ?
તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. પ્રશમરસ એટલે શાંત રસ. હે ભગવાન, તારાં બન્ને નેત્રો શાંતરસમાં ડૂબેલાં છે. એમ દેખાય છે
તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી.
બીજા બધા ભગવાનોના હાથમાં હથિયારો હોય, વીતરાગ ભગવાનના હાથમાં હથિયાર નથી. સંગમ દેવતા ઉપસર્ગ કરે કે બીજા દેવતાઓ કરે. ગોશાળાએ એમના બે શિષ્યોને બાળી નાખ્યા. મહાવીર ભગવાન પોતે ધ્યાનમાં ઊભા હતા. બાજુમાં શિષ્યો ઊભા હતા. એક તરફ ગૌશાળાએ આવીને તેજલડ્યા મૂકી અખતરો કર્યો કે મારી તેજલેશ્યા ચાલે છે કે કેમ ? તો બે શિષ્યો બળી ગયા. તો મહાવીર ભગવાનને કંઈ નહીં થયું હોય ? એ ધારત તો ગોશાળાને ક્યાંય મૂકી આવે ગોશાળા પાસે લબ્ધિ હતી તો ભગવાન પાસે પણ લબ્ધિ હોય જ ને ! પણ ભગવાનને તો ગોશાળા પ્રત્યે અનુકંપા થાય છે. જેના દર્શન કરવાથી કર્મ છૂટે, એની હાજરીમાં ગોશાળાએ કેટલાં કર્મ બાંધ્યાં ?
આમ તું જ વીતરાગ જગતમાં દેવ છે. દેવ કોણ ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org