________________
શ્રી વચનામૃતજી
૧ ૨૩
હાય, પરંતુ એની પાછળ પીળી વસ્તુ મૂકી હોય તો સ્ફટિક પીળો દેખાય. કાળું પાનું મૂક્યું હોય તો સ્ફટિક કાળો દેખાય, રાતું પાનું મૂક્યું હોય તો રાતો દેખાય, પરંતુ સ્ફટિકનો સ્વભાવ ખરેખર એવો નથી. તેવી જ રીતે આ આત્મા સ્ફટિક જેવો છે. એની સામે જે વસ્તુ આવે છે, એનું પ્રતિબિંબ એમાં પડે છે જેમ અરિસામાં કે જળમાં પ્રતિબિંબ પડે છે તેમ આત્મામાં પણ પ્રતિબિંબ પડે છે. પણ એ માને છે કે મને આ થઈ ગયું. હું કરું છું એમ થાય છે. એ અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાય. ખરું જોતાં આત્મા સ્ફટિક રત્ન જેવો છે, એને કોઈ લેવા કે દેવા નથી.
જેનો આત્મા આવા સ્ફટિક રત્ન સમાન શુદ્ધ છે એવા વીર જિનેશ્વરે - ભગવાન મહાવીરે આ ધર્મ પ્રકાશ્યો છે કે જેમનામાંથી સંપૂર્ણપણે કષાય ભાવનો અભાવ થઈ ગયો છે. આવા જ્ઞાની ભગવંતની જેના ઉપર કૃપા થાય તે તેના જેવો થઈ શકે – પુરુષાર્થ દ્વારા.
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચનો અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે.
| નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સશાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સૌ સ્થિરતાના હેતુ છે.
આ બધા આત્મ દ્રવ્યની સ્થિરતાના હેતુ છે, સાધન છે. .
પ૮૬
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે
અહીં કૃપાળુ દેવે દ્રવ્ય સંયોગ એટલે શરીર, કુટુંબ મિલકત વગેરેથી અને ભાવ સંયોગ એટલે અંદર પડેલી મોહદશાથી છૂટવાની ભલામણ કરી છે.
પ૯૧ જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org