________________
૧૦૦
શિક્ષામૃત
કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે શાંતિ'ને જ્ઞાનીપુરુષે કહ્યો છે.
અહીં શાંતિની જે વાત કહી છે તે આપણા મનની શાંતિ, આત્મસ્વરૂપની શાંતિની વાત છે જે આત્મસ્વરૂપ પ્રગટતાં થાય છે.
૪૧
संबुजझहा जंतवो माणुसतं, दटुं भयं बालिसेणं अलंभो, एगंत दुःखे जरिए व लोए, सक्कम्माण विप्परियासुवेई.
(સૂયગડાંગ અ-૭ ગા.૧૧) હે જીવો ! તમે બુઝો, સમ્યપ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિશે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સર્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ પોત પોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.
આ પત્રમાં મોક્ષ માટેનો ક્રમ દર્શાવ્યો છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગજવો, એટલે જન્મ મરણથી મુક્ત થવું હોય તેણે આત્માની શોધમાં નીકળવું.
અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપધાન કરી, સત્સંગને ગવેષવો, તેમજ ઉપાસવો.
આત્માની શોધ કેવી રીતે કરવી ? વ્રત, નિયમ વગેરે કરવામાં પણ એનો આગ્રહ અપ્રધાન કરીને, એણે સત્સંગની શોધમાં જવું. ક્યાં આવો સત્સંગ મળે કે જેથી આત્મા પ્રગટ થાય. સત્સંગને શોધી સત્સંગની ઉપાસના કરવી.
સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી.
સંસારને ઉપાસવાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતે ગમે તેટલા હોશિયાર હોય તો પણ પોતે જાણ્યું હોય એ બધું છોડી દેવું અને જે આજ્ઞાઓ થાય એનું આરાધન કરવું.
તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org