________________
૧૦ ૨
શિક્ષામૃત
એમ કહે છે કે જેવો આ ઘટ એટલે કે ઘડો છે કે આ પટ એટલે કે કપડું છે, એ જેટલી સાચી વાત છે એટલી જ સાચી વાત છે કે “આત્મા છે.” ઘડો દેખાય છે માટે ઘડો છે, કપડું દેખાયા છે માટે કહીએ છીએ કે કપડું છે. પરંતુ આત્મા દેખાતો નથી છતાં પણ છે. હવે જે દેખાતું નથી અને કેવી રીતે ઓળખવું? તો કહે છે કે જેમ ઘટપટાદિને પોતાના અમુક ગુણ છે જેમકે ઘડો માટીનો હોય એમાં પાણી ભરાય—એ એના ગુણ છે. એમ આત્માના ગુણ શું છે ? તો કહે છે કે ઘણા ગુણ છે. પણ પ્રગટ તો “સ્વપરપ્રકાશક ગુણ છે. “સ્વ” પ્રકાશક એટલે પોતાને જાણે અને ‘પર પ્રકાશક એટલે બીજાને જાણે. આખા જગતને જાણે એવો આત્માનો મહાન ગુણ છે. આ જડ છે એ અહીંયા જ પડ્યું રહે. એને તમે મારો તો પણ એને ખબર ન પડે, પણ જીવ નામનો પદાર્થ છે એ ચૈતન્ય સત્તાવાળો છે. એ જીવ જે દેહમાં હોય એને ભય લાગે તો ભાગવા માંડે. ચૈતન્ય સત્તા ન હોય તો ભાગી શકે નહીં. આપણે જૂ, માંકડ પકડવા જઈએ તો ભાગે. માખી હોય એને જરાક પકડવા જઈએ તો ઊડી જાય; કારણ કે એનામાં ચૈતન્યસત્તા એટલે કે જીવતી જાગતી એક સત્તા છે. એમ આપણા શરીરમાં એ જીવતી જાગતી સત્તા છે. જે પોતાને જાણે છે અને પરને જાણે છે એ એના ગુણ છે એ ગુણ પકડો તો તમને અંદર આત્માનો અનુભવ થાય.
બીજું પદ :- “આત્મા નિત્ય છે.” ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળ વર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરી પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈપણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈપણ સંયોગી દ્રવ્યથી ચેતસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિશે લય પણ હોય નહીં.
બીજા પદાર્થો બધા નાશવંત છે. બીજી જડ વસ્તુ, આ કપડું પણ નાશ પામે, પણ આત્મા નાશ પામે નહીં. આત્મા સદાય છે. સદાય છે એમ શા ઉપરથી કહો છો ? તો કહે છે કે જે ઘડો હોય છે તે ઘડો નાશ પામે, કારણ કે ઘડો છે એ માટી, પાણી, અગ્નિ વગેરેની સહાયથી બનેલો છે, અમુક સંયોગોથી બનેલો છે. કપડું છે એમાં રૂના તાણાવાણા છે. એને વસ્યું ત્યારે તે કપડું બન્યું છે, એટલે એ સંયોગથી છે. જે અમુક સંયોગોથી બન્યું હોય એ સંયોગો નાશ પામે ત્યારે એનો નાશ થાય. પણ આત્મા કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી. જે સંયોગોથી ઉત્પન્ન ન થાય એનો નાશ છે જ નહીં, એટલે ગયા ભવમાં આપણા આત્માના જેટલા પ્રદેશો હતા તે જ અસંખ્ય પ્રદેશો સહિત અત્યારે આ ભવમાં આ શરીરમાં આત્મા બિરાજે છે. આત્મા આ દેહ મૂકી દેશે ત્યારે પણ એ અસંખ્ય પ્રદેશ સહિત બીજા ઠેકાણે જશે, એટલે કે એનો એક પણ પ્રદેશ ખંડિત થતો નથી. આત્માને બાળી શકાતો નથી. આવો પદાર્થ એ આપણો આત્મા છે. એટલે એ એનો નિત્યતા ગુણ છે. આપણને બીક શેની લાગે છે ? મોતની. આ શરીર ઉપર મોહ છે. આ શરીર એ આપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org