________________
૨૦૩
શ્રી વચનામૃતજી
જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપનેં રૂપ દોઉ કોઉ ન કરતુ હે;
જડ પરિનામનિકો કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. આ જીવ અને પુદ્ગલ એટલે આ શરીર, એ બન્ને આ અંગૂઠાથી માથા સુધી આ એક ક્ષેત્રમાં રહ્યાં છે, ભેગાં છે. એમાં ચેતન એ પોતાના સ્વભાવમાં રહે છે અને જડ એ પોતાના સ્વભાવમાં રહે છે. એનો જે સ્વભાવ છે, એનું જે રૂપ છે પોતાનું, એ કોઈ મૂકી દેતું નથી; છોડતું નથી.
જડ પરિણતિનો કર્તા આ પુદ્ગલ છે. સ્પર્શ, રસ, વર્ણ, શબ્દ અને ગંધ વિગેરે એના ગુણ લક્ષણ છે. ત્યારે ચેતન શું કરે છે ? એ તો ચિદાનંદ, ચિ એટલે જ્ઞાન. એ જ્ઞાનમાં સંપૂર્ણ ચેતન પોતાનો સ્વભાવ જ કરે છે. “આચરતું હૈ” એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. તો એનો સ્વભાવ શું છે ? તો કહે ચેતનતા, જ્ઞાતા-જાણપણું, દ્રષ્ટા-દેખવાપણું જોવું અને જાણવું એ એનું કામ. એ સિવાય એ બીજું કાંઈ કરતો નથી, અને આપણે માનીએ છીએ કે હું કરું છું, તો એ અજ્ઞાન છે. એ અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી નવાં કર્મ બંધાય, બંધાય ને બંધાય. સાચી સમજણ ન આવે ત્યાં સુધી નવાં કર્મ બંધાય અને રસપૂર્વક કરીએ એટલે નવાં ભારે કર્મ બંધાય. પણ સાચી સમજણ આવ્યા પછી ઉદય ભોગવતાં કર્મ કદાચ બંધાય તો પણ એનો રસ અને સ્થિતિ વધારે ન હોય એટલે એને દઢ બંધન ન થાય.
શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.
પરમ કૃપાળુદેવે અંબાલાલભાઈને એક અઠવાડિયા પહેલાં સાયલા પહોંચવા કહ્યું હતું. પણ અંબાલાલભાઈ એક અઠવાડિયા પહેલાં ન પહોંચી શક્યા. ગમે તે કામ આવી પડ્યું હશે ! નહીં તો એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે જ નહીં. પત્ર તેમને જ સોભાગભાઈને જ આપવા કહેલું. બીજા કોઈને નહીં. બીજા હોય તો એને બહાર જવા કહેવું જોઈએ. મને અહીં જવલબેન સાથેનો મારો આવો એક પ્રસંગ યાદ આવે છે. જવલબેન માંદાં હતાં. એ વખતે એમના નાના દીકરાને ત્યાં હતાં મને યાદ કર્યો હશે? હું ગયો ત્યારે પહેલાં બધાને બહાર જવા કહ્યું. પછી મેં બધી વાત રૂબરૂમાં કરી ત્યારે કહ્યું કે ભાઈ આ જવલને બીજું કંઈ હોય નહિ. જ્યારે દેહ મૂક્યો ત્યારે એ શ્રી મનુભાઈને ત્યાં હતાં, બધાં ધૂન લગાડતા હતાં. બધાને બહાર જવા કહ્યું. એ કહે બોલવાની વાચા નથી, પણ કાને સંભળાય છે. એટલે પછી મેં બધું કહ્યું અને પછી પૂછ્યું કે “તમે મેં કહ્યું એ સમજ્યાં હો તો તમારી કાંઈક નિશાની બતાવો.” એટલે આમ હાથ ઊંચો કર્યો. તે જ દિવસે, ત્યાર પછી બે-ચાર કલાકે એમણે દેહ મૂકી દીધો.
એટલે અહીં કૃપાળુદેવ એમ લખે છે કે શ્રી સોભાગભાઈને એકલાને જ આ કહેજો, સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org