________________
શ્રી વ્યાખ્યાનમાર-૨
૧. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. ૨. વેરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વેરાગ્ય ન હોય. .
૩. વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું.
૪. જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. ૫. છેવસ્થ એટલે આવરણયુક્ત.
૭. શેલેશીકરણ - શૈલ = પર્વત + ઈશ = મોટા, એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. ગંગાસતી તેમનાં ભજનમાં કહે છે કે :- “મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં” એ જ પ્રમાણે આ કહ્યું છે.
૭. અકંપ ગુણવાળા = મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. ૮. મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? ૯. આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે.
આત્માનો સ્વભાવ જ ઊંચે ઊડવાનો છે. એટલે આ ખોળિયામાંથી નીકળી એ સીધો સરેરાટ પહેલાં ઊંચે જાય પણ એની સાથે કર્મ હોય એટલે એ નીચે આવે.
તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે.
નીચે આવીને જ્યાં ગર્ભ ધારણ કરવો હોય ત્યાં કરે. કેવી રીતે તો કહે છે કે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org