________________
શિક્ષામૃત આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ?
૧૩૨
"क्षणमपि सज्जन संगतिरेका, भवति भवार्णवतरणे नौका.'
| (શ્રી શંકરાચાર્ય) ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્રને તરવાને નોકરૂપ થાય છે.
એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો; તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે.
અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.
૧૪૧
इच्छाद्वेष विहीनेन सर्वत्र समचेतसा ।
भगवद् भक्ति युक्तेन प्राप्ता भागवती गतिः ।। ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. એટલે મોક્ષગતિને પામ્યા.
૧૫૪
બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ;
અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. ૧ પોતાની રીતે સ્વછંદપણે કલ્પના કરી કરી ઘણાં બધાં સાધનોને આદર્યા. અથવા અસગુરુની સલાહ પ્રમાણે ચાલવાથી શાંતિ મળવાને બદલે આકુળતારૂપી તાપમાં વધારો થયો. ૧
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org