________________
શ્રી ઉપદેશ નોંધ
ઉ. નોં. - ૩ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે;
તેમ ભવિ સહગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે ચકોર પક્ષી ચંદ્રના અજવાળાને ઇચ્છે છે. ભમરો છે તે માલતીના ફૂલનો ભોગી છે. તેવી જ રીતે ઉત્તમ નિમિત્તનો સંયોગ મળતાં ભવ્ય જીવ સહજ ગુણોને પ્રાપ્ત કરે છે.
ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.
ઉ. નોં. – ૪ ‘પદર્શન સમુચ્ચય' અવલોકવા યોગ્ય છે.
હરિભદ્રસૂરિએ સાંખ્ય, યોગ, મીમાંસા, ચાર્વાક, બૌદ્ધ અને જૈનદર્શન એ છ મુખ્ય ભારતીય દર્શના ગણાવ્યાં છે. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ છ પ્રશ્નો છે. એ પ્રશ્નો છએ દર્શનવાળાના પ્રો છે. અને એના જવાબ જૈનદર્શન આપે છે. એટલે તેઓ કહે છે કે ‘પર્દર્શન સમુચ્ચય' વાંચવા જેવું છે.
‘તત્ત્વાર્થસૂત્ર' વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે.
વાચક ઉમાસ્વાતિ કૃત ‘તત્ત્વાર્થસૂત્ર એ જૈનદર્શનનો નિચોડ છે. એટલે એ આપણે પણ વાંચવા જેવો અને ફરી ફરી વિચારવા જેવો ગ્રંથ છે.
“યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે.
ઉપાધ્યાય યશોવિજયજી કૃત આઠદષ્ટિની સક્ઝાય બધાએ મોઢે કરી લેવી જોઈએ, જેથી કરીને બેઠાં બેઠાં વિચાર કરી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org