________________
૨૫ ૨
શિતામૃત
જેને જીવવાની તૃષ્ણા નથી. પોતાનું લાંબું આયુષ્ય હો એવી જેને ઇચ્છા નથી અને બીજી બાજું મરણ આવે તો ક્ષોભ કે ભય લાગતો નથી કારણ કે તેઓ મરણને જીત્યા છે. તેઓ આ જિનના મારગ માટે મહાપાત્ર જીવો કહેવાય. તેઓએ લોભ અને તૃષ્ણાને જીતી લીધાં હોય છે. એમને તણખલા જેટલી પણ તૃષ્ણા ન હોય, તેઓ પરમ યોગ સાધનારા કહેવાય. એ ઉત્તમ ભૂમિકા કહેવાય.
૨. આત્રે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ કૃપાળુદેવે અહીં આપણા પડછાયાનો દાખલો આપ્યો છે. સવારે આપણો પડછાયો પશ્ચિમ દિશા તરફ લાંબો હોય, સાંજે પૂર્વ દિશા તરફ લાંબો હોય, પણ બરોબર બપોરે બાર વાગે અાપણો પડછાયો આપણા પગ નીચે એટલે કે આપણામાં જ સમાઈ જાય એ ઉદાહરણ ઉપરથી એમ સમજાવ્યું કે આપણને જ્ઞાન પ્રગટ થઈ જાય અને આપણે સ્વભાવમાં લીન હોઈએ તે વખતે મનનો આત્મામાં લય થાય. મનનો લય થાય પછી સંકલ્પ વિકલ્પ કંઈ રહે નહીં, એવી ઉત્તમ દશા પ્રાપ્ત થાય.
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨, મોહના વિકલ્પથી એટલે મોહભાવ-સંસાર ભાવમાં જવાથી આપણો આખો સંસાર ઊભો થાય છે. પણ જો અંતર્મુખ થઈએ અને આત્મામાં જ લીન હોઈએ તો એ સંસારનો વિલય થતાં વાર લાગતી નથી. એટલે જન્મ મરણના ફેરા ટળતાં કાંઈ વાર લાગે નહીં.
૩. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં;
પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ આ છેલ્લી સ્થિતિ છે. સાધુ સંતો સુખધામરૂપ પોતાના સ્વભાવને અનુલક્ષીને-ચાહીને દિવસ રાત તેના ધ્યાનમાં રહે છે. અનંત સુખધામમાં રાત્રિ અને દિવસ જે રહે છે અને પછી ધ્યાન કરવાની ક્યાં જરૂર પડે છે ? એ પછી એમાં જ રહે છે. એને કેવો અનુભવ થાય ? અનંત અને પરમ શાંતિરૂપ અનુભવ થાય. વળી એ સુધામય છે. “પ્રણમું પદ તે” એટલે એ પદને હું પ્રણામ કરું છું. “વર તે” એટલે ખરેખરું એ માગવા જેવું વરદાન છે. “જય તે” એટલે આવી સ્થિતિ જયવંત વર્તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org