________________
૨૭૪
પ્ર. :- આત્મા કોણે અનુભવ્યો કહેવાય ?
ઉ. :- તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય.
શિક્ષામૃત
એનું નામ ભેદજ્ઞાન. ભેદજ્ઞાન એ જ્ઞાનીનો તેજાબ છે. તેજાબથી સોનું અને મેલ બે જુદાં પડે, એમ ભેદજ્ઞાનથી આત્મા અને દેહ જુદા પડે.
દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં.
પોતાના દોષ ઘટે, આવરણ ટળે, તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે. જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં.
સમ્યગ્દષ્ટિ હર્ષ શોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે. તેવી રીતે જ્ઞાની પૌદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્ય મળ્યે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે.
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ-વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહ ભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ, દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં.
× ×
×
મિથ્યાદૅષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે તેવો જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે.
જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org