________________
શ્રી વચનામૃતજી
૧ ૧ ૫
બીજી કઈ રીતે? ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૨. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવર્યો. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૪. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૫. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવર્યો.
એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબુઝતો નથી અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં.
આપણે ઘણીવાર વાંચ્યું હશે. પણ આપણને કોઈ લક્ષ ન દોરે ત્યાં સુધી લક્ષ દોરાય નહીં એવું છે, કારણ કે જીવ એક તો હું જાણું છું’ એમ માને છે અને બીજું એ એના પ્રવાહમાં તણાયા જાય છે. તો એને કહેવું કે “જો તું શું કરે છે ? અને આમાં શું લખ્યું છે ?' આટલું સાંભળ્યા પછી આપણામાં વૈરાગ્ય અને ઉપશમ જ વધશે તો વિપર્યાસ બુદ્ધિ મટશે અને જો વિપર્યાય બુદ્ધિ મટશે તો કવળજ્ઞાન સુધીનાં આવરણ ટળશે અને શ્રેય થશે એટલું નિયથી માનજો.
પ૦૯
જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિ પ્રયોગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર, કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે, એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત્ જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org