________________
શ્રી વચનામૃતજી
મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦
સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચા જ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦
મોહભાવ-વિભાવદશા ક્ષય થઈ જાય અથવા ઉપશાંત થઈ જાય તે જ્ઞાની દશા છે. તે સિવાયની દશા તો ભ્રાંતિ છે. જેને જ્ઞાન થાય તે મહાત્મા આખા જગતને એક સ્વપ્ન જાણે છે અને તે પ્રમાણે વર્તન કરે છે. અથવા જગતને એક સ્વપ્ન જ સમજે છે. આ સ્થિતિ નથી અને બોલી જાણે છે તે તો ફક્ત વાચા જ્ઞાન છે જે મોક્ષમાર્ગમાં આગળ વધવામાં મદદરૂપ થતું નથી. સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠું વર્તે જેહ;
પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧
પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. ૧૪૧
૧૭૫
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨
પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના રહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિતવાર વંદન હો ! ૧૪૨ શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખ સાજ.
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પૂ. શ્રી સોભાગભાઈ અને પૂ. શ્રી અચળ એટલે ડુંગરભાઈ વગેરે મુમુક્ષુ તથા ભવ્ય જીવોના અર્થે આ બોધ અનંતસુખ આપનારો અત્રે કહેલ છે.
Jain Education International
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, ષટ્કર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
મોક્ષમાર્ગનાં સાધનનું અને સિદ્ધ દશાનું વર્ણન અત્રે ટૂંકાણમાં કરવામાં આવ્યું છે. આ વિવેચન, છ દર્શનોનું, પણ સંક્ષેપમાં, વિક્ષેપ રહિત એવું કહ્યું છે.
શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ
For Personal & Private Use Only
www.jainelibrary.org