________________
४४
શિક્ષામૃત
બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી, વેરાગ્યસમેત સત્સંગ છે.
સત્સંગ (સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ)માં સત્નો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે.
કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે.
આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિજ્ઞભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે, એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે... સત્નો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી.
તમને બધાંને હમણાં જે કંઈ જેનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું? ને હવે શું કરવું? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખશો.
કોઈ પણ બીજાઓ, ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતાં હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈપણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો). બાકી હાલ તો તમે સર્વ પોત પોતાના સફળપણા અર્થે મિથ્થા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો, જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે.
આ વાત તમે જે વાંચો તે સુજ્ઞ મગનલાલ અને છોટાલાલને કોઈપણ પ્રકારે સંભળાવજો, વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિદન છે.
૨૦૦ - વચનાવલી શ્રી સૌભાગભાઈએ કૃપાળુદેવને લખ્યું કે આ મણિ અને નંબકને તમારામાં શ્રદ્ધા તો થઈ છે. કૃપાળુદેવ વારે ઘડીએ સૌભાગભાઈના ઘેર મહેમાન તરીકે હોય ત્યારે છોકરાઓ સેવા કરતા હોય. સૌભાગભાઈએ કૃપાળુદેવને કાગળ લખ્યો કે છોકરાઓને એવું કાંઈ લખી આપો કે એ વાંચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org