________________
શિક્ષામૃત
શિક્ષાપાઠ ૪૯. તૃષ્ણાની વિચિત્રતા
(મનહર છંદ)
(એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧
ગરીબાઈ હતી ત્યારે પટેલાઈ મળે તો સારું, પટેલાઈ મળી ગઈ તો શેઠ થાઉં તો સારું એવી ઇચ્છા થઈ. શેઠાઈ સાંપડી તો પછી મંત્રી (પ્રધાન) થવાની તૃષ્ણા ઊભી થઈ. મંત્રીપણું પ્રાપ્ત થયું
ત્યાં રાજા થાઉ તો સારું. રાજા થયો ત્યારે દેવતા બનવા તરફ દૃષ્ટિ ગઈ. દેવતાઈનાં દર્શન થયાં પ્રાપ્ત થઈ તો શંકર બને તો સારું. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે શંકરનું પદ પ્રાપ્ત થયું તો પણ તૃષ્ણા તો વધતી જ ગઈ. તેનો નાશ થયો નહીં. ૧
(૨) કરોળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિશે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ;
અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ૨ શરીર પર કરચલીઓ વૃદ્ધાવસ્થાની ચાડી ખાવા માંડી, મોટું બેસી ગયું, કાળા વાળ ધોળા થઈ ગયા, સુંઘવાનું, સાંભળવાનું અને જોવાનું બંધ થયું એટલે નાક, કાન અને આંખ કામ કરતાં બંધ થઈ ગયાં, દાંતોની પંક્તિ પડી ગઈ અથવા ખવાઈ ગઈ, કેડ વાંકી થઈ ગઈ, હાડ ગયું અને અંગનો રંગ ઊડી ગયો, ઊભા થવાની શક્તિ જતાં હાથમાં લાકડી લેવી પડી. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે અરે ! યુવાની જતી રહી તો પણ મનમાંથી મમતારૂપી રાંડનો નાશ ન થયો; મમત્વનો નાશ થયો નહીં. ૨
(૩).
કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org