________________
શ્રી વચનામૃતજી
૧ ૩
માથે કોડોનું કરજ થઈ ગયું, શરીર રોગથી ઘેરાઈને સૂકાઈ ગયું. રાજા પણ ખફા થઈ પરેશાન કરવાને તાકી રહ્યો છે, પેટનો ખાડો પૂરવા માટેની ખાઈ પૂરાતી નથી, સગાઓ અને પરણેલી સ્ત્રી કાવાદાવા કરી રહ્યાં છે, પુત્ર, પુત્રી ખાઉં ખાઉ કહે છે જે દુ:ખદાયી છે, શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે તો પણ જીવ કંઈક પ્રકારનાં ઝાવાં નાંખ્યા કરે છે અને જંજાળ છોડાતી નથી અને તૃષ્ણાને ત્યજાતી નથી. ૩
(૪) થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને ! ૪
શરીરમાં ચાલતી નાડીઓ પણ મંદ થઈ ગઈ છે, અવાચક-બોલવાનું બંધ થવા જેવો થઈને પડ્યો છે, આત્મારૂપી જીવન દીપક શરીર છોડવાની તૈયારી કરી રહ્યો છે. હવે મરવાની વાટે જીવે છે એમ જોઈ ભાઈએ એમ કહ્યું કે હવે આની માટી ટાઢી થાય તો સારું એટલે આ દેહ છોડી જાય તો સારું. ત્યાં તો હાથને હલાવીને વૃદ્ધે કહ્યું કે, હવે બસ બોલ્યા વિના અને તારી ચતુરાઈ જણાવ નહીં. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે આશાપાશ બંધન કેવું છે કે દેહ છોડવાનો વખત આવ્યો તો પણ વૃદ્ધની મમતા નાશ પામતી નથી ? ૪
શિક્ષાપાઠ ૫૩. મહાવીર શાસન
“વંક જડાય પછિમા” (ઉ.સૂત્ર) ભગવાન મહાવીર સ્વામી જે આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થકર છે તેના શિષ્યો વાંકા અને જડ થશે.
શિક્ષાપાઠ ઉ૭. અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ હો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org