________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૦૫
દુ:ખ ! હા એક જ ઇન્દ્રિય છે. બીજુ કાંઈ નથી. ત્યારે
બે ઇન્દ્રિય જીવો કેમ આવ્યા નથી? (નેપથ્થ) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ.
મારે વારેઘડીએ કહેવું એના કરતાં આ ચક્ષુથી જુઓ. અને પછી દિવ્ય નેત્રો આપ્યાં, ચક્ષુ ચટાવ્યો કે જેથી જેમ હોય તેમ દેખી શકે. આ અત્યારે દેખાય છે તેમ નહીં, પણ ખરેખરું શું સ્વરૂપ છે એ દેખી શકાય.
તેઓ બિચારાંને કેટલું બધું દુઃખ છે? તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્થ) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લ્યો. પછી બીજી વાત કરો.
કોને ? બે ઇન્દ્રિય જીવોને. આપણે આ બધામાંથી પસાર થતા આવ્યા છીએ. જોઈએ ને તો ત્યાં અરેરાટી છૂટી જાય કે અરર ! આટલાં બધાં દુઃખી. અવાજ આવ્યો કે હવે તમે આ ચક્ષુથી આખું જગત જોઈ લ્યો. કોણ સુખી છે ? આ ચર્મચક્ષુથી એ નહીં દેખાય પણ આ એને બીજા ચક્ષુ આપ્યા એનાથી જોઈ લ્યો. પછી બીજી વાત કરો.
ઠીક ત્યારે, દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. આ જોવા મળ્યું તેથી આનંદ થયો પણ પાછું જોઈને પોતાને ખેદ થયો. શું ખેદ થયો ? (નેપથ્થ) હવે ખેદ કાં કરો છો? જવાબ આપે છે. મને દર્શન થયું તે શું સમ્યફ હતું? જે જોયું એ જ પ્રમાણે સાચું હતું ? “હા.” સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુઃખી કેમ દેખાય?
એમાં તો ચક્રવર્તી રાજા હતો, એ પણ દુઃખી દુ:ખી હતો. કોઈ પ્રશ્ન એમ કરે કે ચક્રવર્તીને શું દુઃખ ? એને કાંઈ દુઃખ હોય ? જેને મોટા વેપાર હોય, મોટા કારખાનાં હોય એના માલિકને પૂછી જોજો. તો પછી આ તો ચક્રવર્તી છે. એને તો કેટલીયે જાતના અંદર પ્રોબ્લેમ્સ (Problems) હોય, અને મૂંઝવણ થાય એવું હોય ત્યારે
‘દુઃખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય.”
તાલ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org