SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શિક્ષામૃત ભાઈ, તમને જે દર્શન થયું ને તે સાચું છે. ચક્રવર્તી બહુ દુઃખી હોય. એ દુઃખી છે માટે દુઃખી દેખાયા. સુખી હોય તે સુખી દેખાય. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય? “જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો.” વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. જેમ તમને આ દર્શન થયું, તમે જે સ્ટેજ પર જુઓ છો તે પર શ્રદ્ધા રાખો. તેમ શ્રદ્ધાં.” અત્યારે તો દલીલ કરવી નકામી છે. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. “એમ કહી એને બતાવવા નીકળ્યા એટલે ચક્રવર્તી બેઠા છે ત્યાં સ્ટેજ ઉપર આવે છે.” ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યફ હતું એમ મેં માન્યું. આહાહા ! આ તો બહુ દુઃખી છે. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. ચક્રવર્તીને શેનો ભય હોય એમ તમારો પ્રશ્ન હોય તો એને પણ ભય હોય. નવા દેશ જીતવાના હોય, જે છે એ પણ બીજા કોઈ જીતી ન જાય એનો ભય હોય. એનું રક્ષણ કરવાનું હોય છે. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. એને પણ આવરદા રોજ કપાતી હતી. એને પણ મૃત્યુ આવવાનું હતું. હાડમાંસમાં એની વૃત્તિ હતી, કાંકરામાં તેને પ્રીતિ હતી, ક્રોધ, માનનો તે ઉપાસક હતો. એની વૃત્તિ, એની જે મહારાણીઓ હોય એની સાથે, વિષય, ભોગ ભોગવવામાં હતી. તે તો હાડમાંસનાં પૂતળાં હતાં. બીજું શું હતું ? કાંકરા એટલે રૂપિયા. મિલકત. એનો ભંડાર પૈસાથી છલકાવો જ જોઈએ. તિજોરી અને બેન્ક બેલેન્સ વધવું જ જોઈએ. એને ક્રોધ થાય ત્યારે આગલાને ચપટીમાં ચોળી નાંખું એમ થાય. અને માન એવું ઊપજે કે ચક્રવર્તી જેવો અહંકાર કોઈને હોય નહીં. એટલે તે ક્રોધ, માનનો ઉપાસક હતો. બહુ દુ:ખ તમારે મજા થઈ ગઈ. આજે તમને નાટક જોવા મળશે. નાટક પૈસા ખરચીને જોવા જઈએ છીએ. પણ આ નાટક તો ચૌદ ગુણસ્થાનકનું છે. આપણું પોતાનું છે. વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું? આ દેવોની અંદર દાખલ થયો અને મેં જે જોયું એ શું બરાબર હતું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy